કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સંસદની મર્યાદાનો ભંગ કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નારાજ થયા હતા. અને બાદમાં રાહુલ ગાંધી લોકસભામાંથી વોકઆઉટ થઇ ગયા. રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં સ્પીકરની મંજૂરી વગર જ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન થયેલા ખેડૂતોના મોત માટે 2 મિનિટ મૌન રખાવ્યું.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભીભાષણ પર ચાલી રહેલ ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું આજે બજેટ પર ટીપ્પણી નહી કરું. આજે હું માત્ર ખેડૂતોના મુદ્દા પર જ બોલીશ જે ખેડૂતો શહીદ થયા છે તે લોકોને સદનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હું ભાષણ બાદ ખેડૂતો માટે બે મિનિટ મૌન રાખીશ. તમે મારી સાથે ઊભા થઈ જાઓ. ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ મૌન ધારણ કર્યું હતું. જેમાં તેઓએ સ્પીકરની મંજુરી લીધી ન હતી. અને સંસદની મર્યાદાનો ભંગ કર્યો હતો.
રાહુલ ગાંધીના આ વર્તાવથી લોકસભાના સ્પીકર ઓમ બિરલા નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે સદન ચલાવવાની જવાબદારી મારી છે અને મંજૂરી વગર આમ થવું જોઈએ નહીં. ઓમ બિરલાએ કહ્યું કે આ નિયમોનો ભંગ છે. જો રાહુલ ગાંધી મૌન રાખવા માંગતા હતા તો તેમણે પહેલા મંજૂરી લેવી જોઈતી હતી. સદન ચલાવવાની જવાબદારી તમે મને સોંપી છે. આથી મને નક્કી કરવા દો. ત્યારબાદ રાહુલ ગાંધીએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.