Friday, January 3, 2025
Homeરાષ્ટ્રીયકાળા નાણાંના સ્ત્રોત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સરકારે નવી જોગવાઇઓ દાખલ કરી

કાળા નાણાંના સ્ત્રોત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સરકારે નવી જોગવાઇઓ દાખલ કરી

- Advertisement -

પ્રોપર્ટી વ્યવહારોમાં કાયદેસરનાં જ નાણાં આવે તથા બેનામી-કાળા નાણાંના દુષણને દુર કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યુ છે જે અંતર્ગત મકાન કે પ્રોપર્ટી ખરીદનારા લોકોને કેવાયીસીની સાથોસાથ નાણાના સ્ત્રોત દર્શાવવાનું ફરજીયાત રહેશે. એટલુ જ નહિં પ્રોપર્ટી વ્યવહારો કરાવી દેનારા રીયલ એસ્ટેટ એજન્ટે પણ તેનો રેકોર્ડ રાખવો પડશે અને સરકારને ખુલાસા કરવા પડશે.

- Advertisement -

કાળાનાણાનો સૌથી મોટો સ્ત્રોત રીયલ એસ્ટેટ ક્ષેત્ર જ ગણાય છે. કાળા નાણાંને ડામવા માટે સરકારે 2016 માં 500 તથા 1000 રૂપિયાની જુની નોટો બંધ કરીને નોટબંધી લાગુ કરી હોવા છતાં સરકારનો ધ્યેય સિધ્ધ થયો નથી. નોટબંધી પછીનો ઉહાપોહ હવે શાંત પડયો છે. જયારે કેન્દ્ર સરકારે નવેસરથી કદમ ઉઠાવ્યું છે. કેન્દ્ર સરકારે ગત 28 મી ડીસેમ્બર 2020 ના રોજ બે નોટીફીકેશન જારી કર્યા હતા તેમાં ઘર-મકાન-પ્રોપર્ટી-ખરીદનારાઓ માટે નાણાનો સ્ત્રોત દર્શાવવાનું ફરજીયાત બનાવવામાં આવ્યુ છે.

રીયલ એસ્ટેટ એજન્ટોને સરકારે મની લેન્ડરીંગ કાયદા હેઠળ સામેલ કરી દીધા છે અને એવી જોગવાઈ કરી છે કે વાર્ષિક 20 લાખનું ટર્નઓવર ધરાવતા રીયલ એસ્ટેટ એજન્ટે તેના મારફત મકાન કે પ્રોપર્ટી ખરીદતી વ્યકિતનાં કેવાયસી તથા નાણાકીય સ્ત્રોતનાં રેકોર્ડ રાખવા પડશે. અર્થાત આ નિયમની સીધી અસર મકાન-પ્રોપર્ટી ખરીદનારા લોકો પર પડશે. તેઓએ રીયલ એસ્ટેટ એજન્ટને નાણાનો સ્ત્રોત બતાવવો પડશે એજન્ટે સરકારને રીપોર્ટ કરવાનો રહેશે.
મકાન-પ્રોપર્ટી ખરીદતા લોકોનાં નાણા કાયદેસરના જ હોવાનું પ્રસ્થાપિત કરવા માટે રીયલ એસ્ટેટ એજન્ટોને મની લોન્ડરીંગ કાયદા હેઠળ લઈ લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનાં આ નવા કાયદાના પ્રોપર્ટી લેનાર-ખરીદનારા સહીતનાં વર્ગોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડવાની આશંકા છે. આ નિયમોનું પાલન નહિં કરવા બદલ કડક સજાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular