Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય18 ભારતીય ખલાસીઓ આજે સ્વદેશ આવવા જાપાનથી રવાના: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

18 ભારતીય ખલાસીઓ આજે સ્વદેશ આવવા જાપાનથી રવાના: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

- Advertisement -

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ બુધવારે કહ્યું હતું કે ચીનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ ભારત પાછા ફરશે. આ ટીમ બુધવારે જાપાનથી રવાના થશે અને ભારત પહોંચ્યા બાદ તેમના પરિવારજનોને મળી શકશે. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા એમવી અનાસ્તાસીયામાં સવાર અમારા 18 ખલાસીઓ ભારત આવી રહ્યા છે. ક્રૂ આજે જાપાનથી રવાના થશે અને 14 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે.

- Advertisement -

મંત્રીએ કહ્યું કે તેઓ જલ્દીથી તેમના પરિવાર સાથે ફરી જોડાશે. માંડવીયાએ ચીનમાં ભારતીય દૂતાવાસ અને મેટિટેરેનિયન શિપ કંપનીના વતનની વ્યવસ્થા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ગો જહાજ એમવી અનસ્તાસિયા સપ્ટેમ્બર 2020 માં ચીનના દરિયાકાંઠે ફસાયેલા હતા.

અગાઉ અન્ય કાર્ગો શિપ એમવી વી જગ આનંદના 23 ખલાસીઓ પણ ચીનમાં ફસાયા હતા, જે 14 જાન્યુઆરીએ ભારત પહોંચ્યા હતા. હવે ચીનમાં ફસાયેલા 14 ભારતીય ખલાસીઓ 14 ફેબ્રુઆરીએ તેમના દેશ પરત ફરશે.
મેજર પોર્ટ્સ ઓથોરિટી બિલ મુખ્ય અને ખાનગી બંદરો વચ્ચે સારી સ્પર્ધાને પ્રોત્સાહિત કરશે. આ બંદર સંબંધિત જમીનના ઉપયોગને પ્રોત્સાહન આપશે અને તેમના ટેરિફની વચ્ચે સ્પર્ધામાં વધારો કરશે. ભારતના મોટા બંદરો નોન-મેજર અને પ્રાઈવેટ બંદરો સાથે હરીફાઈ કરીને વધુ વિકાસ કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular