Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆ તારીખથી ધો.1થી 5ના વર્ગો શરુ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

આ તારીખથી ધો.1થી 5ના વર્ગો શરુ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

- Advertisement -

કોરોના વાયરસની મહામારીના પરિણામે ગુજરાત સહીત ભારતભરની સ્કુલો છેલ્લા ઘણા મહિનાઓથી બંધ હતી. જયારે ગુજરાતમાં ધો.9થી12ની શાળાઓ શરુ થઇ ચુકી છે. અને અગામી 18 ફેબ્રુઆરીથી ધો.6 થી 8ના વર્ગો પણ શરુ કરવામાં આવશે. હાલ ચુંટણી નજીક આવી રહી હોવાથી માર્ચ મહિનાથી ધો.1થી5 ના વર્ગો શરુ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે.

- Advertisement -

ગુજરાતમાં કોરોના કેસોમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો હોવાથી સ્થિતિ હવે પહેલા જેવી બની રહી છે. ત્યારે શાળાઓ પણ ધીમે ધીમે શરુ થઇ ગઈ છે.સરકારે આગળના તબક્કામાં 18મીથી ધો.6થી8ના વર્ગો પણ શરૃ કરવાની જાહેરાત કરી દીધી છે. સરકાર હવે ચૂંટણી બાદ માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખી ધો.1થી5ની સ્કૂલો પણ નિયમિત રીતે શરૃ કરે તેવી શક્યતા છે. ચુંટણી બાદ ગુજરાતમાં ધો.1થી8 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની વિચારણાઓ કરી રહી છે. ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા મહિનાઓ સુધી શાળાઓ બંધ રહી હોવાને કારણે આ વર્ષે ઉનાળુ વેકેશન પણ ટૂંકાવી દેવામાં આવશે. અને પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને પણ હવેથી પૂર્ણ સમયમાં બોલાવવામાં આવ્યા છે. ત્યારે આગામી મહિનામાં તમામ વર્ગ નિયમિત રીતે શરુ કરી દેવામાં આવે તેવી સંભાવનાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular