Thursday, October 24, 2024
Homeરાષ્ટ્રીયસરકારના આંકડા કહે છે, 16 મહિનામાં સૌથી ઓછી મોંઘવારી હાલ

સરકારના આંકડા કહે છે, 16 મહિનામાં સૌથી ઓછી મોંઘવારી હાલ

- Advertisement -

ભારત સરકાર માટે આજે આર્થિક મોરચે સારા સમાચાર સામે આવ્યા છે. ફુગાવામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. સ્ટેટિસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ડીસેમ્બર, 2020માં ઇન્ડેકસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ્કશન આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં 1 ટકાનો વધારો થયો છે.

- Advertisement -

બીજી તરફ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2021માં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસ આધારિત રીટેલ ફુગાવો ઘટીને 4.06 ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2020માં આઇઆઇપી આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદનમાં 1.9 ટકાનો ઘટાડો થયો હતોે. જયારે ડીસેમ્બર, 2019માં ઔૈદ્યોગિક ઉત્પાદનમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો.

ડિસેમ્બર, 2020માં મેન્યુફેકચરિંગ સેકટરમાં 1.6 ટકાનો વધારો, માઇનિંગ સેકટરમાં 4.8 ટકાનો ઘટાડો, વીજ ઉત્પાદનમાં 5.1 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે માર્ચમાં કોરોનાને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વિક્રમજનક 18.7 ટકાનો ઘટાડો થયો હતો.

- Advertisement -

જાન્યુઆરી, 2021માં શાકભાજીના ભાવ ઘટવાને કારણે ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2020માં સીપીઆઇ આધારિત ફુગાવો 4.59 ટકા હતો. જયારે જાન્યુઆરી, 2020માં ફુગાવો 7.6 ટકા હતો. જાન્યુઆરી, 2021માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 1.89 ટકા રહ્યો છે. જે ડિસેમ્બર, 2020માં 3.41 ટકા હતો તેમ નેશનલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular