જામનગર શહેરના ગુરૂદ્વારા ચોકડી પાસે સ્ટ્રીટલાઈના અંજવાળે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા રેઈડ દરમિયાન પોલીસે સાત શખ્સોને રૂા.15,300 નો મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.16,150 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા બે શખ્સોને પોલીસે રૂા.2050 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના ગુરૂદ્વારા ચોકડી નજીક જલારામનગરમાં સ્ટ્રીટલાઈના અંજવાળે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસે રેઈડ દરમિયાન રવિ ભરત બારિયા, કમલેશ વાલજી પરમાર, હિરેન ધીરુભાઈ ગોસાઇ, પંકજ ભરત બારિયા, અશોક રવજી ઢાપા, અરવિંદ હસમુખ સોલંકી, ભગવાનજી મનસુખ બાબરિયા નામના સાત શખ્સોને રૂા.15300 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમના વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અનવર ઈસ્માઈલ મુલતાની, ભીખા લાખા ડાંગરિયા, આરીફ નુરમામદ મોગલ, મેહુલ મહેશ તન્ના નામના ચાર શખ્સોેને રૂા.16150 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, કાલાવડ ગામમાં મામલતદારના ઢાળિયા પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ઈબ્રાહિમ ઉર્ફે હીપી ઈસ્માઈલ કુરેશી, લાલજી પોપટ નારિયા નામના બે શખ્સોને રૂા.2050 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.