Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતફૂટપાથ પર સુતેલા લોકોને બસે કચડ્યા, એકનું મોત

ફૂટપાથ પર સુતેલા લોકોને બસે કચડ્યા, એકનું મોત

- Advertisement -

રાજ્યભરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. જયારે સુરતમાંથી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ફૂટપાથ પર સુતેલા ત્રણ લોકોને ખાનગી બસે કચડી નાખતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જયારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

સુરત શહેરના પુણા વિસ્તારની ગંગા હોટેલ નજીક અમુક લોકો ફૂટપાથ પર સુઈ રહ્યા હતા. અને એક ખાનગી બસના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવતા ફૂટપાથ પર સુતેલા લોકોને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. ફૂટપાથ પર ત્રણ લોકો સુતા હતા જે પૈકી બે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળી રહેલી વિગતો મુજબ બસ ટેમ્પો સાથે અથડાતા તેને ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ફૂટપાથ પર બડસ ચઢી ગઈ હતી. અને ત્રણ લોકોને અડફેટે લીધા હતા. વહેલી સવારના રોજ ઘટના બની હતી. અકસ્માતના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ જીવલેણ અકસ્માત નીપજાવી બસનો ચાલક નાશી છુટ્યો હતો. તેની વિરુધ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે આજે વહેલી સવારે સુરતમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ બની છે. જે પૈકી આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે અને અન્ય લોકો ઘાયલ થયા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular