ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણી 21મી એ અને તેની મતગણતરી 23મી ફેબ્રુઆરીએ છે અને નગરપાલિકાઓ તથા પંચાયતોની ચૂંટણી 28 ફેબુ્રઆરીએ અને તેની મતગણતરી બીજી માર્ચે છે.
મતગણતરીની તારીખો અંગે હાઇકોર્ટમાં થતાં હાઇકોર્ટે ગુજરાત સરકારને તથા રાજયના ચૂંટણીપંચને નોટિસ મોકલાવી છે અને 9 ફેબ્રુઆરી પહેલાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. અરજીમાં એમ જણાવવામાં આવ્યું છે કે, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી પહેલાં મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી કરવાથી ત્યાર પછીની નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીમાં મતદારો પરિણામથી પ્રભાવિત થઇ શકે છે. આ અંગેનો રાજયના ચૂંટણીપંચનો 23 જાન્યુઆરીનો પરિપત્ર રદ કરવાની હાઇકોર્ટમાં માંગણી થઇ છે.