Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાંથી મંદી સંપૂર્ણપણે ગઇ

ગુજરાતમાંથી મંદી સંપૂર્ણપણે ગઇ

ગુજરાતનું અર્થતંત્ર પોતાની અગાઉની ઝડપ કરતાં પણ ખુબ વધુ ઝડપે દોડતું થઇ ગયું છે. જીએસટી કલેકશનના આંકડાઓ આમ કહે છે. જાન્યુઆરી 2020માં એટલે કે,કોરોના-લોકડાઉન પહેલાં ગુજરાતનું અર્થતંત્ર જે ઝડપે દોડતું હતું. તેના કરતાં પણ વધુ ઝડપ અર્થતંત્રએ જાન્યુઆરી 2021માં મેળવી લીધી છે.

- Advertisement -

જાન્યુઆરી 2020માં ગુજરાતનું જીએસટી કલેકશન રૂા.7,330 કરોડ હતું. તે 8.6% વધીને જાન્યુઆરી 2021માં રૂા.7,769 કરોડના આંકડે પહોંચ્યું છે.કલેકશનનો આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો છે. રાજયના વાણિજય વેરા કમિશ્નર જે.પી.ગુપ્તાએ જણાવ્યું છે કે, કોરોના અને લોકડાઉનની અસરોમાંથી આપણે બહાર આવી ચુકયો છીએ.

આ અગાઉ 2020ના ડિસેમ્બર માસમાં પણ જીએસટી કલેકશનમાં 6.6%નો માસિક વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરી 2020માં રાજયમાં 76,00,000 ઇ-વેબીલ જનરેટ થયા હતાં. તેની સામે 2021ના જાન્યુઆરીમાં 82,00,000 ઇ-વેબીલ જનરેટ થયા છે. આ વધારો પણ લગભગ 7% જેટલો દેખાડી શકાય. આ ઉપરાંત સરકારની એકંદર આવકમાં લગભગ 14% જેટલો વધારો થયો છે. ગુજરાતમાં ઉત્પાદન અને વેપારની પ્રવૃતિએ જોરદાર ઝડપ હાસંલ કરી લીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular