Friday, December 27, 2024
Homeરાજ્યકલ્યાણપુરમાં વિપ્ર વૃધ્ધાની હત્યામાં બે શખ્સોની ધરપકડ

કલ્યાણપુરમાં વિપ્ર વૃધ્ધાની હત્યામાં બે શખ્સોની ધરપકડ

- Advertisement -

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામમાં બાલવી માતાજીના મંદિર પાસે રહેતા વૃદ્ધાની નિર્મમ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસે ઉકેલી આ હત્યામાં બે શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી તેમજ આ પ્રકરણમાં ચોરીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામમાં બાલવી માતાજીના મંદિર પાસે રહેતા જયાબેન જટાશંકર ભોગાયતા (ઉ.વ.65) નામના વૃદ્ધાની સોમવારે સાંજના સમયે બોથડ પદાર્થના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવેલો મૃતદેહ અવાવરૂ મકાનમાંથી મળી આવ્યો હતો. જિલ્લા પોલીસવડા સુનિલ જોશી અને ડીવાયએસપી સમીર સારડા તથા એલસીબી-એસઓજીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અવાવરૂ જગ્યામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા સોનુ, માલો ઉર્ફે માઈકલ, ફિરોજ ઉર્ફે ટીનો અને અજીત મારાજ નામના શખ્સો દારૂની મહેફીલો માણતા હતાં. જેના આધારે પોલીસે આ શખ્સોની શોધખોળ માટે ગુનાશોધક શ્ર્વાનની મદદથી પગેરૂ મેળવતા શ્ર્વાન ઘટનાસ્થળેથી સોનુના ઘરે થઈને સ્મશાન-કબ્રસ્તાન તરફ જઈને અટકી ગયો હતો.

- Advertisement -

જેના આધારે પોલીસે સોનુ બ્રિજેશસિંગ રાજપુત નામના મુળ યુપીના શખ્સને દબોચી લઇ પૂછપરછ કરતા સોનુ અને ફિરોજ ઉર્ફે ટીનો આદમ બ્લોચ તથા માલો ઉર્ફે માઈકલ અને અજીત મારાજ આ અવાવરૂ જગ્યામાં દારૂની મહેફીલ માણતા હતાં. દરમિયાન સોમવારે બપોરના સમયે સોનુ, માલો ઉર્ફે માઈકલ અને અજીત મારાજ દારૂ પીવા એકઠાં થયા હતાં તે દરમિયાન જયાબેન (ઉ.વ.65) નામના વૃધ્ધા આવી પહોંચ્યા હતાં અને આકરાં શબ્દોમાં ઝાટકણી કરી પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા ત્રણેય શખ્સો નાશી ગયા હતાં અને ત્યારબાદ આ વૃધ્ધાનો નિકાલ કરવાનું નકકી કર્યુ હતું. ત્યારબાદ સાંજના સમયે સોનુ અને ફિરોજ બન્ને જયાબેનની બાજુમાં રહેતા બલવિરભાઇના મકાનમાં ચોરી કરવા ગયા ત્યારે જયાબેન બન્નેની જોઇ જતા ‘હું પોલીસમાં પકડાવી દઈશ’ જેથી બન્ને શખ્સો ચાલ્યા ગયા હતાં. સોનુએ અગાઉ જયાબેન પાસેથી 10 હજાર ઉછીના લીધા હતાં પરંતુ પરત કર્યા ન હતાં.

દરમિયાન સોનુ અને માલો ઉર્ફે માઈકલ જયાબેનના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા હતાં. ત્યારે જયાબેન ઘરે આવી જતા સોનુ અને વૃદ્ધા વચ્ચે બોલાચાલી અને રકઝક થતા સોનુ એ જયાબેનનું ગળુ પકડી રાખી પાસે પડેલો પથ્થર જયાબેનના માથામાં ફટકાર્યો હતો. ત્યારે જ માલો ઉર્ફે માઈકલ આવી જતાં બન્નેએ જયાબેનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા જયાબેન ઢળી પડયા હતાં. ત્યારબાદ બન્ને શખ્સોએ વૃદ્ધાને ઢસડીને અવાવરૂ મકાનમાં લઇ ગયા હતાં અને ત્યાં બન્ને શખ્સોએ ક્રૂરતાપૂર્વક પથ્થરના ઘા મારી જયાબેનની નિર્મમ હત્યા નિપજાવી નાશી ગયા હતાં. તેમજ નાસતી વખતે સોનુએ મૃતક પાસેથી મળી આવેલી સામાનની થેલી, અવાવરૂ મકાન પાછળ છૂપાવી હોવાની કેફિયત આપી હતી. પોલીસે આ હત્યાના બનાવમાં સોનુ અને માલો ઉર્ફે માઈકલ ખીમા રાઠોડ નામના બન્ને શખ્સોને ઝડપી લઇ કોવિડ ટેસ્ટ કરાવી બલવિરભાઈના મકાનમાંથી ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, એલસીબીના પીઆઈ જે.એમ.ચાવડા તથા સર્કલ પીઆઈ પી.બી. ગઢવી, એસઓજીના પીએસઆઇ એ.ડી.પરમાર, પીએસઆઈ પી.સી. શીંગરખીયા, પીએસઆઈ એફ.બી. ગગનીયા તથા જોશી, પીએસઆઈ ગોઢાણિયા તથા એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular