મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા હોવાના મુદ્દે આજ રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા અધિક કલેક્ટર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં બી.એલ.ઓ. દ્વારા ત્રાહિત (ડમી) વ્યક્તિઓ મારફતે મતદારોના નામ કમી કરવા બાબતે વાંધા અરજીઓ મોકલવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડતી આ કાર્યવાહી સામે કડક વિરોધ વ્યક્ત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી ભરતભાઈ વાળા, મહામંત્રી અબરારભાઈ ગજિયા તથા રાજેન્દ્રસિંહ દ્વારા અધિકારીઓ સમક્ષ આવેદનપત્ર મારફતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
View this post on Instagram
આ પ્રકારની ગેરરીતિ તાત્કાલિક બંધ કરી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. રજૂઆત દરમિયાન અધિકારીઓ દ્વારા મુદ્દાને ગંભીરતાથી લઈ જરૂરી ઘટતું કરવાની ખાતરી આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા આવેદનપત્રના માધ્યમથી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


