Friday, January 30, 2026
Homeરાજ્યજામનગરSIR માં ફોર્મ 7ના દુરઉપયોગ સામે કોંગ્રેસે ખોલ્યો મોરચો - VIDEO

SIR માં ફોર્મ 7ના દુરઉપયોગ સામે કોંગ્રેસે ખોલ્યો મોરચો – VIDEO

- Advertisement -

જામનગર શહેર-કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી SIR ની કામગીરી સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. મતદાર યાદી સુધારણા માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલી SIR ની કામગીરી અંતર્ગત ફોર્મ-7નો દુરઉપયોગ કરવામાં આવી રહયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતાં કોંગ્રેસના નેતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરીને મતદાર યાદીમાંથી નામ રદ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મતદાર યાદીમાંથી આ રીતે અનેક લોકોના નામ કમી થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ફોર્મ 7 મારફત કરવામાં આવી રહેલી ફરિયાદો અંગે ગંભીર રજૂઆત કરવામાં આવનાર હોવાનુ પણ જણાવ્યું હતું. એક જ વ્યકિત દ્વારા આ રીતે અનેક ફરિયાદો કરવામાં આવી રહીછે ત્યારે કોંગ્રેસ આ ખોટી ફરિયાદો અંગે કાયદાકીય લડત આપશે. તેમજ પોલીસ ફરિયાદ પણ કરશે. લોકોનો મતાધિકારી ન છિનવાઇ તે માટે ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ રીતે કામ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, જામ્યુકોના વિપક્ષના નેતા ધવલ નંદા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular