જામનગર કલેકટર કચેરી ખાતે આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા કલેકટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારે 11:00 વાગ્યે તમામએ બે મિનિટનું મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા સાયરન વગાડવામાં આવ્યો હતો.
View this post on Instagram
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચાવર કરનાર શહીદોની સ્મૃતિમાં દર વર્ષે તા. 30 જાન્યુઆરીના રોજ “શહીદ દિન” ઉજવવામાં આવે છે. આજ તા. 30 જાન્યુઆરી, 2026 ના રોજ શહીદ દિન નિમિત્તે કલેકટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ અને સ્થળોએ સવારે 11 કલાકે બે મિનિટનું મૌન પાળી શહીદોને નમન કરવામાં આવ્યું હતું.


