Friday, January 30, 2026
Homeરાજ્યજામનગરમાસુમ બાળકીનું અપહરણ કરનાર નરાધમને પોલીસે દબોચી લીધો - VIDEO

માસુમ બાળકીનું અપહરણ કરનાર નરાધમને પોલીસે દબોચી લીધો – VIDEO

પાંચ વર્ષની શ્રમીક પરિવારની બાળકીનું ધોળે દિવસે અપહરણ : સીસી ટીવી ફુટેજના આધારે દબોચ્યા

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, જે અંગે બાજુની વાડીમાં કામ કરતા શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે અને બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

- Advertisement -

ધ્રોલમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા પતિ-પત્ની વાડીની ઓરડીમાં ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન બહાર રમી રહેલી પાંચ વર્ષની પુત્રીને બાજુની જ વાડીમાં કામ કરતો મૂળ મઘ્યપ્રદેશનો શખસ કાજુ હટુ બુંદેલીયા મોટર સાયકલમાં બેસાડી ભાગી છૂટયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

- Advertisement -

સીસી ટીવી ફૂટેજ તપાસ બાદ બાળકી સાથે કાજુ બુંદેલીયા પોલીસના સકંજામાં આવી ગયો છે. પૂછપરછ દરમિયાન ખુલ્યું કે આરોપી બાળકીનો કૌટુંબિક મામો થતો હોઇ ખાવા-પીવાની ચીજ વસ્તુ લઇ દેવા માટે અન્ય યુવાન પાસેથી લિફટ માંગી પાછળ બેસીને જઇ રહ્યો હતો. પોલીસ દ્વારા આ બાઇક સવારની પણ પૂછપરછ હાથ ધરાઇ છે તથા બાળકીની ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular