Wednesday, January 21, 2026
Homeવિડિઓદ્વારકામાં ઇલેકટ્રીકનું કામ કરતાં યુવાનને સળિયા ખૂંચી જતાં મોત - VIDEO

દ્વારકામાં ઇલેકટ્રીકનું કામ કરતાં યુવાનને સળિયા ખૂંચી જતાં મોત – VIDEO

દ્વારકામાં ગત મોડી સાંજે એક સતવારા યુવાનને કામ કરતી વખતે લોખંડના સળિયા છાતીના ભાગે ઘુસી જતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરતા જીતેન્દ્રભાઈ કણજારીયા નામના આશરે 30 વર્ષના એક સતવારા યુવાન ગત મોડી સાંજે દ્વારકાના આર.કે. નગર વિસ્તારમાં ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યા હતા. ત્યારે એકાએક કોઈ કારણોસર લોખંડના સળિયા તેમના છાતીના ભાગે ઘૂસી જતા તેમને ગંભીર રીતે લોહી લુહાણ હાલતમાં દ્વારકાથી વધુ સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.

- Advertisement -

મૃતક યુવાનને એક સાત વર્ષની તથા એક ત્રણ વર્ષની એમ બે પુત્રીઓ હોવાનું જાણવા મળ્યું છે જીતેન્દ્રભાઈના અકાળે અવસાનના આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular