નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો ગર્વ છે. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનેર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ગતિશીલ વિકાસગાથાના ભાગ રૂપે, નયારા એનર્જી પ્રાદેશિક વિકાસ અને ભારતની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.


