Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રીક્ષાચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત - VIDEO

જામનગરમાં રીક્ષાચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત – VIDEO

રીક્ષાચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

રાજ્યમાં અકસ્માતના બનાવોના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો પોતાના કોઇ કામને પૂરૂ કરવા માટે ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે. ત્યારે આ રીતે સ્પીડમાં ગાડી ચલાવવી તે ઘણી વખત જોખમી સાબિત થતું હોય છે. આવું જ કંઇક જામનગરમાં સામે આવ્યું છે. ગઇકાલ રાત્રે, જામનગરમાં રીક્ષાચાલક દ્વારા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઇ હતી. રીક્ષાચાલક ઇજા ના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ બનાવની માહિતી મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતા તાજુદિન જલાલુદીન અંસારી નામના 32 વર્ષીય યુવાન ગઇકાલે રાત્રે પોતે રિક્ષા લઇને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રાધિકા સ્કૂલ નજીક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરીને પલ્ટી ખાઇ ગઇ હતી. ત્યારે રાહદારિયો દ્વારા ઇજા યુવાન તાજુદિન ને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હાલ, ઇજાગસ્ત યુવાન તાજુદિન ની હાલત ગંભીર છે અને વધુ સારવાર હેઠળ સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular