Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરઆકાશમાંથી ઉતરેલ પેરાશૂટ વીજવાયરમાં ફસાતા યુવક નીચે પટકાયો - VIDEO

આકાશમાંથી ઉતરેલ પેરાશૂટ વીજવાયરમાં ફસાતા યુવક નીચે પટકાયો – VIDEO

જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક અનોખો અને રોમાંચક કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ શહેરની મછલીવડ ચોકડી નજીક આવેલી હેલીપેડ સોસાયટી વિસ્તારમાં આકાશમાંથી પેરાશૂટ સાથે એક વ્યક્તિ અચાનક નીચે ઉતરતો નજરે પડતા આસપાસના લોકોમાં ભારે આશ્ચર્ય અને અફરાતફરી મચી ગઈ હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, એક યુવક પેરાશૂટની મદદથી અંદાજે 100 ફૂટ જેટલી ઊંચાઈએ ગયો હતો. જો કે કોઈ કારણસર પેરાશૂટનું સંતુલન બગડતાં તે નીચે ઉતરવા લાગ્યો હતો. આ દરમિયાન પેરાશૂટ નજીક આવેલા વીજ વાયર સાથે ફસાઈ જતા યુવક નિયંત્રણ ગુમાવીને જમીન પર પટકાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો નથી, જે ખરેખર ચમત્કાર સમાન માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. થોડા સમય માટે વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. વીજ વાયર સાથે પેરાશૂટ ફસાવાની ઘટનાને કારણે સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા હતા.

- Advertisement -

આ મામલે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા યુવક કોણ છે, તે ક્યાંથી ઉડાન ભરી હતી, પેરાશૂટ ઉડાવવાની મંજૂરી હતી કે નહીં તેમજ તે કઈ દિશામાં જવાનું હતું તે સહિતના મુદ્દાઓને લઈને વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.

- Advertisement -

કાલાવડ શહેરમાં બનેલી આ ઘટનાએ લોકોને અચંબામાં મૂકી દીધા છે અને લાંબા સમય સુધી ચર્ચાનો વિષય બની રહે તેવી સંભાવના છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન બનતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular