જામનગર ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા દ્વારા ગુરુ ગોવિંદ સિંઘજીની જન્મજ્યંતી નિમિત્તે ભવ્ય નગર કિર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નગર કિર્તન યાત્રા સવારે 7:30 વાગ્યે શહેરના ગુરુદ્વારા ખાતેથી નીકળી જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જી.જી. હોસ્પિટલ ખાતે ગુરૂ ગોવિંદ સિંઘજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
ત્યારબાદ નગર કિર્તન યાત્રા ત્યાંથી ફરી ગુરુદ્વારા ખાતે પરત પહોંચી હતી. ત્યારબાદ ગુરુદ્વારા ખાતે શબ્દ કિર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમા મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.


