Friday, December 26, 2025
Homeરાજ્યજામનગર૩૧ ડિસેમ્બર પૂર્વે જ જામનગર પોલીસ એક્શન મોડમાં

૩૧ ડિસેમ્બર પૂર્વે જ જામનગર પોલીસ એક્શન મોડમાં

૩૧ ડિસેમ્બર ના આગમન અગાઉ દારૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આંખ કરી ખંભાળિયા સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ગત મોડી રાત્રે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.બ્લોચ અને પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા શહેરના ખંભાળિયા ગેટ સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર પોલીસ ની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ, પીધેલા વાહન ચાલકો તેમજ રોમિયોગિરી કરતા આવારા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ જામનગર પોલીસ આ કડક ચેકિંગ ની કાર્યવાહી ૩૧ ડિસેમ્બર સુધી અવીરત ચાલુ રાખવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular