Friday, December 5, 2025
Homeરાજ્યહાલારકેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ભાવનગર જિલ્લા પોલસીવડા નિતેશ પાંડેયનું સન્માન

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ભાવનગર જિલ્લા પોલસીવડા નિતેશ પાંડેયનું સન્માન

રાજ્ય પોલીસ વડા દ્વારા ડીજીપી કોમોડેશન ડિસ્ક 2024 એનાયત કરાશે

ભાવનગર જિલ્લા ખાતે ફરજ બજાવતા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સન્માન પાઠવવામાં આવશે.

- Advertisement -

ગુજરાત કેડરના વર્ષ 2017 ના આઈપીએસ અધિકારી અને આઈઆઈટી (મદ્રાસ) પ્રશિક્ષિત એવા ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય જેમણે પ્રોબેશન પીરિયડમાં જ ચકચારી ગુજસીટોકની તપાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલયનું સન્માન પ્રાપ્ત કરેલું છે અને દ્વારકા જિલ્લામાં સાડા ત્રણ વર્ષ દરમિયાન મેગા ડિમોલેશન, ગેરકાયદેસર સમુદ્ર વાટે આવેલઈરાની નાગરિક પકડવા, આયુર્વેદિક પીણાના નામે વેચતા અને આરોગ્ય માટે નુકસાનકારક સિરપની ઉત્પાદનથી લઇ વેચાણ સુધીની ચેનને નાબુદ કરી તથા દરિયામાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરવા ખોટા દસ્તાવેજોવાળી અનેક ફિશિંગ બોટો શોધી કાઢી હતી અને ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. આમ અલગ અલગ ગેંગ સામે ગુજસીટોક જેવા બ્રહ્માસ્ત્ર ઉગામીને તેને જેલ કરેલ અને હાલ ભાવનગર જિલ્લા ખાતે ફરજ બજાવતા આ અધિકારીની પસંદગી રાજ્ય પોલીસવડા દ્વારા ડીજીપી કોમોડેશન ડિસ્ક 2024 એનાયત કરવામાં આવ્યું છે. જે બહુમાન આગામી 25 તારીખના ગાંધીનગર ખાતે કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular