દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્રની કામગીરીને રાજ્ય સ્તરે ગૌરવ અપાવતો મહત્વનો દિવસ આજે નોંધાયો. દ્વારકા વિભાગમાં ફરજ બજાવતા SDPO સાગર રાઠોડ, જિલ્લાની LCB માં કાર્યરત PSI ભાર્ગવ દેવમુરારી તથા દ્વારકા પોલીસ સ્ટેશનમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા પોલીસ જવાન જીવાભાઈ ગોજીયાને વર્ષ 2024 માટેનો પ્રતિષ્ઠિત DGP કોમોડેશન ડિસ્ક રાજ્ય પોલીસ વડા દ્વારા એનાયત કરવામાં આવ્યો.
કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આગવી ભૂમિકા, ગુનાનુ ઉકેલ, લોકોમાં સુરક્ષા ભાવના મજબૂત બનાવવા તેમજ ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ આ ત્રણેય અધિકારીઓની કામગીરીને રાજ્યપોલીસ વડાએ વિશેષ પ્રશંસા પાઠવી હતી.
વિશેષ સન્માન સમારંભમાં DGPશ્રીએ તમામ અધિકારીઓને કોમન્ડેશન ડિસ્ક સાથે પ્રમાણપત્ર અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી. સન્માનિત અધિકારીઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ એવોર્ડ તેમની જવાબદારી વધુ મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં પણ લોકોની સુરક્ષા માટે વધુ તત્પરતાપૂર્વક સેવા આપશે.
View this post on Instagram
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં આ સન્માનને લઈને ગૌરવ અને આનંદનું માહોલ જોવા મળ્યો છે. ત્રણેય અધિકારીઓની સિદ્ધિએ સમગ્ર જિલ્લામાં પોલીસ દળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.


