વિભાપર ગામની બાજુમાં આવેલ મધુરમ સોસાયટીમાંથી રહેણાંક મકાનમાંથી એલસીબીએ એક શખસને નાની-મોટી 381 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કુલ રૂા.2,03,700નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના વિભાપર ગામની બાજુમાં આવેલ મધુરમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈનીની સુચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન રઘુ વાકા પરમાર, જયદેવસિંહ શિવુભા જાડેજાના બે શખ્સોને રૂા.1,93,700ની કિંમતની 381 નંગ દારૂની નાની-મોટી બોટલો, રૂા.10,000 બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.2,03,700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ કેસમાં સપ્લાયર તરીકે રામભાઇ ભરવાડ અને રામભાઇ મેરના નામો ખુલતા પોલીસ દ્વારા બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.


