ટીવીનો સૌથી લોકપ્રિય શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. નાના-મોટા સહુ સૌથી મળીને જોઇ શકે તેવો આ લોકપ્રિય શો છે ત્યારે આ શો ની શરૂઆતની વાત કરીએ તો તારક મહેતા નો ખુબ જ લોકપ્રિય કલાકાર એટલે જુનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી જેને પોતાની આગવી છટાથી સહુના દિલ જીતી લીધા હતાં. ત્યારે ટીવી શોમાં પોતાની વાપસીને લઇને મોટું નિવેદન આપ્યું છે.
વર્ષ 2008માં બાળ કલાકાર તરીકે શરૂઆત કરનાર અને ઘર-ઘરમાં જાણીતો બનેલો ભવ્ય ગાંધી એ વર્ષ 2017 માં શો છોડીને ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો હતો પરંતુ, લાંબા સમય પછી તેણે શો છોડવાના કારણો પર મૌન તોડયું છે અને કમબેકની ઈચ્છા વ્યકત કરી છે જેનાથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં ભવ્ય ગાંધી એ આ અફવાઓ કે તેમણે પૈસાના કારણે શો છોડયો છે પર સ્પષ્ટતા કરી અને કહ્યું કે, મેં કયારેય પૈસા માટે કામ કર્યુ નથી. ન તો મેં પૈસા માટે શો છોડયો છે. તેમજ તે સમયે એક એપીસોડને કેટલી ફી વસુલતા વિશે કરવામાં આવી ત્યારે તેને કહ્યું કે, હું તે સમયે નાનો હતો માટે પૈસાનો વ્યવહાર માતા-પિતા સંભાળતા હતાં જેથી મને આ બાબતે કશું ખ્યાલ નથી પરંતુ જ્યારે તેમને આ શો માં વાપસી અંગે પુછયુ કે શું તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરવા માંગો છો ત્યારે તેણે હકારાત્મક પ્રતિભાવ કહ્યું કે, હા કેમ નહીં ? હું ચોક્કસપણે શો માં પાછો ફરવા માગુ છું. આ ઉપરાંત તેણે શો ના નિર્માતા આસિત મોદીનો પણ આભાર માનતા કહ્યું કે, તેમણે જ સૌ પ્રથમ મારી પ્રતિભાને ઓળખી હતી ત્યારે શો માં પાછા ફરવા અંગે સકારાત્મકતા દર્શાવતા ચાહકોમાં ઉત્સાહ છવાયો છે અને લોકો વચ્ચે ભવ્ય ગાંધી શો માં કમબેક કરશે કે કેમ…? તેવી અટકળો ચાલી રહી છે.


