જામનગરમાં તાપમાનનો પારો સતત ગગળતો જઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાન અઢી ડીગ્રી ઘટી જતાં ધીમે ધીમે શિયાળો જામતો જઇ રહ્યો છે. ધીરે ધીરે શિયાળો જામતા શહેરીજનો ઠંડીનો સામનો કરી રહ્યા છે. આજે લઘુતમ તાપમાન 17.5 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. જોકે મહત્તમ તાપમાન હજુ પણ 32 ડીગ્રી હોય દિવસ દરમિયાન શહેરીજનો ગરમીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીની અસર વધતી જોવા મળી રહી છે.
જામનગર શહેર જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધતુ જઇ રહ્યું છે. ગત ગુરૂવારે લઘુતમ તાપમાન 20 ડીગ્રી નોંધાયા બાદ બે દિવસમાં લઘુતમ તાપમાનનો પારો 2.5 ડીગ્રી જેટલો ગગડી જતાં આજે લઘુતમ તાપમાન 17.5 ડીગ્રીએ પહોચ્યું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન જામનગરમાં લઘુતમ તાપમાન 17.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 32 ડીગ્રી, ભેજનું પ્રમાણ 66 ટકા તથા પવનની ગતિ 3.6 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી. જામનગરમાં ઠંડીનું પ્રમાણ હવે વધતુ જઇ રહ્યું છે.
જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિયાળાનો માહોલ જામતો જઇ રહ્યો છે. જોકે લઘુતમ તાપમાન 32 ડીગ્રી નજીક રહેતા બપોરના સમયે શહેરીજનો ગરમીનો સામનો કરી રહ્યા છે. બપોરે હજુ પણ લોકો એસી, પંખાનો સહારો લઇ રહ્યા છે. આ વખતે કમોસમી વરસાદના પરીણામે શિયાળાનું મોડુ આગમન થયું છે. હવે શિયાળાનું આગમન થતાં શહેરીજનો વહેલી સવારે તથા મોડી સાંજે સ્વેટર, શાલનો આશરો લેવાની શરૂઆત કરી રહ્યા છે. હજુ આગામી દિવસોમાં શિયાળો તેનો અસલ મીજાજ બતાવે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.


