જામનગર શહેર અને જિલ્લામાં હાલમાં જ કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને ભારે નુકશાનીનો બેવડો માર પડયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને થયેલી નુકશાની માટે સર્વે કામગીરીનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે જામનગરની ખેતીવાડી શાખાની 332 ટીમો દ્વારા જામનગર તાલુકા, લાલપુર, ધ્રોલ, જોડિયા, કાલાવડ અને જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને કમોસમી માવઠાથી થયેલા નુકશાનનો સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશ બાદ આ કામગીરી સત્વરે પૂર્ણ કરી સરકારમાં રીપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સર્વે કામગીરીમાં જિલ્લામાં આશરે 3 લાખ હેકટરથી વધુના વાવેતરમાં કમોસમી માવઠાથી નુકશાની થયાનો અંદાજ છે.
View this post on Instagram


