જામનગરમાં ફૌજી પંજાબી ધાબા પાસે રહેણાંક મકાનમાંથી પોલીસે એક શખ્સને 117 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધર હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગરમાં ફૌજી પંજાબી ધાબા પાસે રહેણાંક મકાનમાં એક શખ્સે દારૂનો જથ્થો રાખ્યો હોવાની સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.કો. વિપુલભાઇ ગઢવી, હે.કો. દશરથસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ સિટી ‘બી’ પોલીસ સ્ટેશનના પીઆઇ પી. પી. ઝા અને પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન અજય કરશન માનસુરિયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂા. 49,050ની કિંમતની 117 નંગ ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 51,050નો મુદામાલ કબ્જે કર્યો હતો. અજય કરશન માનસૂરિયાની અટકાયત કરી અજય ઉર્ફે ટેણી ઉર્ફે લાલિયો રાજેશ માણસૂર્યાની શોધખોળ હાથ ધરી હતી.


