કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતી ગૌરીબેન ગાંગજીભાઈ દેગળા (ઉ.વ.27) નામની યુવતી ધુતારપર તેના મામા મનસુખભાઈ કાળુભાઈ આઠુના ઘરે ગઈ હતી અને ત્યાંથી તેના ઘરે એકલુ આવવાનું કહીને નિકળી ગઈ હતી. યુવતી ધુતારપરથી એસટી બસમાં કાલાવડ જવા માટે નિકળી હતી. દરમિયાન મનસુખભાઈએ યુવતીના ભાઈ દિલીપને ફોન કરીને કહ્યું કે, ગૌરી ધુતારપરથી એકલી બસમાં આવે છે અને અમારું કોઇને માનતી નથી. તેમ જણાવ્યા બાદ દિલીપ અને સંજય બંને ભાઈઓ કાલાવડ બસ સ્ટેન્ડે તેની બહેન ગૌરીને લેવા ગયા હતાં પરંતુ, ગૌરીબેન કાલાવડ આવ્યા ન હતાં. ત્યારબાદ બંને ભાઈઓએ યુવતીની શોધખોળ આરંભી હતી પરંતુ, કોઇ પત્તો ન લાગતા આખરે પોલીસમાં જાણ કરતા એએસઆઈ ડી.એ. રાઠોડ તથા સ્ટાફે યુવતીની શોધખોળ આરંભી હતી.


