Friday, December 5, 2025
Homeબિઝનેસસોના-ચાંદીમાં તેજીનો ફૂગ્ગો ફૂટયો

સોના-ચાંદીમાં તેજીનો ફૂગ્ગો ફૂટયો

દિવાળીના તહેવારો પુરા થવા સાથે જ સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ આજે ભાવમાં વધુ ગાબડા પડયા હતા. વિશ્વ બજારમાં સોનું 4000 ડોલરની નીચે ઉતરી ગયુ હતું. સોના-ચાંદીમાં કેટલાંક મહિનાઓથી અસામાન્ય તેજીનો દોર હતો. દિવાળીના તહેવારો દરમ્યાન ભાવો ઐતિહાસીક સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. ભાવ કયા પહોંચશે તે વિશે વેપારીઓ પણ કોઈ ચોકકસ તારણ કાઢવામાં અસમર્થ હતા.જોકે, અમુક નિષ્ણાંત વધુ તેજીની આગાહી કરતા હતા.હવે ભાવ ઉંધા પડવા લાગ્યા હોય તેમ ભાવમાં વધુ કડાકો હતો.વિશ્વ બજારમાં સોનાનો ભાવ 4000 ડોલરની નીચે સરકીને 3975 ડોલર સાંપડયો હતો. એકાદ સપ્તાહ પૂર્વે જ 4381 ડોલરની સર્વોચ્ચ સપાટી બનાવી હતી તેની સરખામણીએ 400 ડોલર નીકળી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular