ખંભાળિયામાં એસ.એન.ડી.ટી. સ્કૂલ પાછળ રહેતા ફાલ્ગુનીબેન નગીનભાઈ રૂપારેલીયા (ઉ.વ. 40) શનિવારે મોડી સાંજના સમયે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર સલાયા હાઈવે પર આવેલા સરકારી ક્વાર્ટર પાસેથી પોતાના એક્ટિવા મોટરસાયકલ લઈને ખંભાળિયા તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરું ઉતરી આવતા એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં ફાલ્ગુનીબેન રૂપારેલીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.મૃતક યુવતીના પિતા અગાઉ કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના માતા દીનાબેન નગીનભાઈ રૂપારેલીયાએ અહીંની પોલીસને કરી છે.


