Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરધનતેરસે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાનું જામનગરમાં ભવ્ય સ્વાગત - VIDEO

ધનતેરસે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાનું જામનગરમાં ભવ્ય સ્વાગત – VIDEO

રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમવાર જામનગરમાં પ્રવેશતા રિવાબા જાડેજાનો શહેરવાસીઓ, સ્થાનિક આગેવાનો તથા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

- Advertisement -

શહેરના વોર્ડ નં. 11 ગુલાબનગર વિસ્તારમાં પહોંચતા જ કોર્પોરેટરો તથા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂલોના ગુલાલ, ઢોલ-નગારા, ફટાકડાની આતિશબાજી અને આનંદના ઉલ્લાસ વચ્ચે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. તૈમના ધરે ભવ્ય આતિશબાજી સાથે સ્વાગત કરાયુ હતું.

- Advertisement -

મંત્રી પદની નિયુક્તિ બદલ શહેરવાસીઓએ અભિનંદન પાઠવી ખુશીની લાગણી વ્યક્ત કરી, અને અનેક સ્થળોએ સ્વાગત તથા અભિવાદન કાર્યક્રમો યોજાયા.

- Advertisement -

આ પ્રસંગે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ રિવાબા જાડેજા સાથે હાજર રહ્યા, જેના કારણે શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો. જામનગર શહેરભરમાં રિવાબા જાડેજાના આગમનને લઈને ખુશીની લહેર પ્રસરી ગઈ, અને ભાજપ કાર્યકર્તાઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular