Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની સુરક્ષા ટીમે ચોરને દબોચ્યો - VIDEO

ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની સુરક્ષા ટીમે ચોરને દબોચ્યો – VIDEO

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ચોરીની ઘટનાઓ બનતા સુરક્ષા વિભાગ સતર્ક બન્યો છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક્સ આર્મી સુરક્ષા ટીમે એલર્ટ થઈને એક ચોરને રંગે હાથ પકડી પાડ્યો હતો.

- Advertisement -

માહિતી મુજબ, રવિ કાનજી ગોહિલ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાંથી મોબાઇલ ફોન, બેગ, એટીએમ કાર્ડ તથા રોકડ જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો. સુરક્ષા કર્મચારીઓએ ચતુરાઇપૂર્વક તેને હોસ્પિટલની પરિસરથી પકડી પાડ્યો હતો અને પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત પણ કરી હતી.

- Advertisement -

સુરક્ષા કર્મચારીઓ જી.જી. હોસ્પિટલના રસોડા વિભાગ પાસે શંકાસ્પદ હિલચાલ લાગતા તેની પર વોચ રાખી હતી, જે ભાગવાનો પ્રયાસ કરતા સુરક્ષા ટીમે આ ચોરને પોલીસના હવાલે સોંપી દીધો છે. પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular