Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર : દારૂના દુષણ સામે ગ્રામજનોએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખ્યા - VIDEO

જામનગર : દારૂના દુષણ સામે ગ્રામજનોએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખ્યા – VIDEO

જામનગર ગ્રામ્ય પંથકમાં બજરંગપુર ગામના પાટીએથી ગુજરાતમાં ચાલતી કાગળ પર ની દારૂબંધી અને ગામડે ગામડે મંડાયેલા દારૂના અડા અને હાટડા બંધ કરાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દારૂના દુષણને લીધે જામનગર ગ્રામ્ય તેમજ સૌરાષ્ટ્રના ગામડા બરબાદ થઈ રહયા છે.

- Advertisement -

ગામડુ ગામડે દેશી દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ ધમધમી રહયા છે. પોલીસ અને તંત્રની મીઠી નજર હેડળ દારૂના સ્ટેન્ડ ચાલી રહયા છે. પરપ્રાંતિય ખેત મજુરો, પવન ચકકી માં કામ કરતા મજુરો, સોલાર પ્રોજેકટોમાં કામ કરતા મજુરોમાં દેશી દારૂનું દુષણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહયુ છે. જેના કારણે સાંજે અંધારૂ થતા ગામડાના માણસોનું બહાર નીકળવુ મુશ્કેલ થઈ રહયુ છે. જેના કારણે ગામડાના લોકોમાં રોષ ફાટી નીકળયો છે. ગામડાના સ્થાનીક યુવાનોમાં પણ દારૂનું વ્યસન ધર કરતુ જાય છે. જેના કારણે અનેક પરિવાર બરબાદ થઈ રહય છે. ઉપરાંત ચોરી-ચપાટી, મારામારી, ગુંડા ગીર્દી જેવા ગુનાઓ વધી રહયા છે. ગામડાઓમાં ચાલતા દારૂના અડાઓ કાયમી ધોરણે બંધ કરાવવા, ગામડા, ગામડાના યુવાનો અને પરીવાર બંરબાદ થતા રોકવા અને બુટલેગરો સામે તાત્કાલીક કાર્યવાહી કરી દારૂના અડા, દારૂનુ વેચાણ બંધ કરાવવા મુખ્યમંત્રીને વિનંતી કરવા ગામડે ગામડેથી હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખવાના અભિયાનનો આરંભ ધુતારપરના બજરંગપુરના પાટીએ કરવામાં આવેલ છે. આ તકે જૈમનિભાઈ માધાણી એડવોકેટ, પ્રવિણસિંહ જાડેજા-નિવુત જમાદાર, પી.ડી.જાડેજા, જમનભાઈ દુધાગરા, હરેશભાઈ રાઠોડ, જયસુખભાઈ ડોબરીયા, હસમુખભાઈ ચાંગાણી, કાનજીભાઈ ગમારા, રવિ પટેલ, દેવાભાઈ રાઠોડ, જગદીશભાઈ ચાંગાણી, તેમજ ધુતા252, ધુડશીયા, સુમરી, ખારાવેઢા, અમરાપર, જગા, મેડી, બજરંગપુર, વિજયપુર, ભરતપુર, ગાયત્રીનગર, નંદપુર, નવા વિ252,વરણા, પસાયા, બેરાજા,નાની માટલીના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.દારૂના દુષણને નેસ્ત નાબુદ કરવા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, આવેદન પત્ર આપવા, અને આર્ચયજનક કાર્યક્રમો કરવામાં આવશે અને જરૂર પડયે દારૂના અડાઓ ઉપર જનતા રેડ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular