વિશ્વનો સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને જોવા માંગતા હો તો તમારે ચીન કે નેપાળ જવાની જરૂર નહીં. તમે બિહારના નાના શહેર જયનગરથી માઉન્ટ એવરેસ્ટ જોઇ શકો છો. માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને ચીનના તિબેટ સ્વાયત ક્ષેત્રની સરહદ પર સ્થિત છે તે હિમાલય પર્વતમાળાનો એક ભાગ છે અને વિશ્વનો સૌથી ઉંચો પર્વત છે. જયનગર, નેપાળ સરહદની નજીક સ્થિત છે જે હિમાલય રેન્જ અને માઉન્ટ એવરેસ્ટના મનોહર દ્રશ્યો પ્રદાન કરે છે. 2020 માં કોરોના સમયે લોકડાઉન દરમિયાન ભારત-નેપાળ સરહદ નજીક આવેલા સીતામઢી જિલ્લાના સિંહવાહિની ગામમાંથી લોકોએ હિમાલય અને એવરેસ્ટ જોયા હતાં.
જ્યારે હવામાન સ્વચ્છ અને પ્રદૂષણ મુકત હોય તો આ મનોહર દ્રશ્યો જોઇ શકાય છે. ચૈત્ર, વૈશાખ અને અશ્ર્વિન કાર્તિક થી હોળી, રામનવમી, અશ્વિની શરૂઆત, દુર્ગાપુજા અને કાર્તિક પુર્ણિમા સુધી આ દ્રશ્યો નરી આંખે સરળતાથી જોઇ શકાય છે ત્યારે બિહારથી માઉન્ટ એવરેસ્ટના આ મનોહર દ્રશ્યો નિહાળીને લોકો ખુબ જ ખુશ થઈ ગયા હતાં.


