જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ દરમયાન સમયાંતરે મેઘરાજાએ ગરબા ખેલૈયાઓને નિરાશ કર્યા હતા. દરમ્યાન આજે બપોરે સાડા બાર વાગ્યા પછીથી અચાનક વાતાવરણ પલટાતા કાતિલ પવન સાથે જામનગર શહેરમાં વરસાદ થયો હતો. જો કે, થોડા સમયમાં જ આ મધ્યમધારે વરસેલો વરસાદ ઝાપટા રૂપે વરસી ગયો હતો.
જામનગર શહેરમાં બપોરબાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદી વાતાવરણના કારણે શહેરના રોડ ભીંજાયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દશેરાના દિવસે વહેલી સવારથી જ ઉઘાડ વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરે અચાનક જ વાતાવરણ પલટાયું હતું. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વાતાવરણ જોવા મળે છે. છુટોછવાયો વરસાદ પડતા નવરાત્રિ દરમ્યાન ગરબાના આયોજનમાં ખલેલ પડયું હતું. દશેરાના દિવસે વરસાદી ઝાપટું પડયું હતું. શહેરના લાલ બંગલો, સાત રસ્તા, ખોડિયાર કોલોની, પટેલ કોલોની, પટેલ પાર્ક, બેડી ગેઇટ સહિતના વિસ્તારોમાં છુટછવાયો વરસાદ પડયો હતો. હજુ પણ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
View this post on Instagram


