Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદારૂ પ્રકરણમાં સંડોવાયેલા ભીમરાણાના કુખ્યાત શખ્સને પાસા હેઠળ ધકેલાયો

દારૂ પ્રકરણમાં સંડોવાયેલા ભીમરાણાના કુખ્યાત શખ્સને પાસા હેઠળ ધકેલાયો

પ્રોહિબિશનના અનેક કેસમાં એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત : કલેકટરે દરખાસ્ત મંજૂર કરી : પોલીસે ઝડપી લઇ શખ્સને પાલનપુર જેલમાં ધકેલી દીધો

ભીમરાણા ગામે રહેતા શખ્સ સામે પ્રોહિબિશનના કેસ નોંધાયા હતાં. જેને લઇને દ્વારકા પોલીસે પાસાની દરખાસ્ત મૂકતા જિલ્લા કલેકટરે મંજૂર કરતાં શખ્સને ઝડપી લઇ પાલનપુર જિલ્લા જેલ ખાતે ધકેલી દીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા નામના 22 વર્ષના શખ્સ સામે દારૂ સહિતના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ઉપરોક્ત પ્રોહી. બુટલેગર મયુરસિંહ ઉર્ફે પાકલ જાડેજા સામે નોંધાયેલા ગુનાની માહિતી એકત્ર કરી અને તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી, અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવી હતી.

જે પાસા દરખાસ્ત મંજૂર રહેતા તેની સામે અટકાયતી વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું અને એલસીબી પોલીસે આ વોરંટ ની બજવણી કરીને આરોપીને બનાસકાંઠાની પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular