કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રહેતો યુવાન કાલાવડ તરફ જતો હતો ત્યારે સેફ્રોન સ્કૂલ નજીક પહોંચ્યો ત્યારે યોદ્ધા ગાડીએ બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં ચાલક યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રહેતો કીર્તિભાઇ રતિલાલ દાફડા (ઉ.વ. 28) નામનો યુવાન ગઇકાલે સવારના સમયે તેના જીજે03-એમ-4167 નંબરના બાઇક પર શિશાંગથી કાલાવડ તરફ જતો હતો ત્યારે રાજકોટ રોડ પર સેફ્રોન સ્કૂલ નજીક પહોંચ્યો ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી કાલાવડ તરફથી આવી રહેલા જીજે10-ટીએક્સ-8758 નંબરની યોદ્ધા ગાડીના ચાલકએ યુવાનના બાઇકને હડફેટ લઇ ઠોકરે ચઢાવતાં અકસ્માતમાં કીર્તિભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા રતિલાલ દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યોદ્ધા વાહનચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


