જામનગર શહેર અને જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામવા માટે પોલીસ અધિક્ષક દ્વારા કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. દરમ્યાન જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામના પાટિયા પાસેથી સિક્કા પોલીસે એક્યુવી કારમાં દેશી દારૂના જથ્થા સાથે દ્વારકાના બે શખ્સોને દબોચી લઇ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામવા માટે પોલીસ વિભાગને કડક સૂચના આપવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમ્યાન એલસીબીના અજયભાઇ વીરડા, ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શિયારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમ્યાન બાતમી મુજબની એક્સયુવી કાર નંબર જીજે04-બીઇ-8338 સફેદ કલરને આંતરી લીધી હતી. તલાશી લેતાં કારમાંથી રૂા. 1,20,000ની કિંમતનો 600 લીટર દેશી દારૂ, રૂા. 6 લાખની કાર, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ સહિત કુલ રૂા. 7,25,000ના મુદામાલ સાથે એલસીબીએ મોડપરના કપૂરડીનેશમાં રહેતા વિશાલ દાના ગરસર (ઉ.વ.31) નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો ભાણવડના ઘુમલીમાં રહેતા રમેશ ચના રબારીએ સપ્લાય કર્યો હોવાનું તથા જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતા સુખદેવસિંહ ઉર્ફે સુખુભા ભનુભા ચુડાસમાએ મંગાવ્યો હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સોની શોધખોળ આરંભી હતી.


