આયુર્વેદના ક્ષેત્રમાં ટેક્નોલોજીના સહારે નૂતન આધુનિક યુગના પગરવ તથા આયુર્વેદ અને વેટરનરી(પશુ ચિકિત્સા) સાયન્સ અભિનવ સંગમથી આયુર્વેદ લોકો માટે તથા પૃથ્વીના કલ્યાણ માટે બન્યું સરળ આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તા. 23 સપ્ટેમ્બરના રોજ ઉજવણી માટે એક માસ પૂર્વેથી જ વિવિધ અને વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી અને તે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ દૂનિયા ભરમાં ઉજવણી થઇ. આ ઉજવણીને જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા પણ વિશેષ કામગીરી દ્વારા આ વર્ષના આયુર્વેદ દિવસની થીમ આયુર્વેદને લોકો માટે અને પૃથ્વીના કલ્યાણ માટેને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.
ITRA દ્વારા બાળકો માટે, કિશોરો માટે, યુવાનો માટે, વયશ્કો માટે, વૃધ્ધો માટે, ગર્ભવતિ મહિલાઓ માટે, સમાજ માટે, વૃક્ષ-છોડ-પર્યાવરણ માટે, ટેક્નોલોજી માટે અને પશુઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદને જોડી તેના ઉત્તમ અને સર્વાંગિ વિકાસ માટે એક માસ પૂર્વેથી કાર્યક્રમોની હારમાળા સર્જી હતી. શાળા કોલેજના કુલ 250 જેટલા વિદ્યાર્થીઓએ ઇટ્રા કેમ્પસની મુલાકાત લીધી હતી, શાળાના 1328 થી વધુ બાળકોને સ્વાસ્થ્ય તપાસ અને સ્વાસ્થ્યની સમજ માટે 13 કાર્યક્રમો, વિવિધ રોગો અંગે જાગૃતિ અને નિદાન-ઉપચાર માટે 15થી વધુ કેમ્પ, થી વધુ લોકોનું પ્રકૃતિ પરિક્ષણ, વિદ્યાર્થીઓની સસોઇ હર્બલ ગાર્ડન મુલાકાત, ઇટ્રા પરિવાર દ્વારા આયુર્વેદ જાગૃતિ અંગે રેલી, વિવિધ વર્ગો માટે યોગ નેચરોપેથી અને જીવનશૈલી જાગૃતિ માટે કાર્યક્રમો, આયુર્વેદના અનુભવીઓ દ્વારા જ્ઞાનનો લાભ ભાવી પેઢીને આપવા માટે વર્કશોપ-સેમિનાર-વેબીનાર, આયુર્વેદ જાગૃતિ રેલી, સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, રેડિયો ઇન્ટરવ્યુ, આયુર્વેદ ક્ષેત્રમાં ટેક્નોલોજીના પગરવ માટે ડિજિટલ ટ્રાન્ફોર્મેશન માટે ફ્લેગશીપ કોન્ફરન્સ, આયુર્વેદ લોકો માટે પૃથ્વીના કલ્યાણ અર્થે થીમને અનુરૂપ ‘આયુર્વેદ અને વેટરનરી સાઇન્સને જોડી મૃગઆયુર્વેદ પરિસંવાદ પણ યોજવામાં આવ્યો હતો. કુલ 34થી વધુ પ્રકારના માધ્યમોથી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને 5000થી વધુ સંખ્યામાં લોકો સિધી રીતે જોડાયા હતા.
બે મહત્વની બાબતે ITRA ની પહેલ, આયુર્વેદ ક્ષેત્રમાં અભિનવ કામગીરીથી વિકાસની નવી દિશા ખુલી
(1) “આયુર્વેદનું ડિજિટલ પરિવર્તન : પરંપરા અને ટેકનોલોજી વચ્ચેનો સેતુ ઇટ્રા ખાતે “આયુર્વેદનું ડિજિટલ પરિવર્તન : પરંપરા અને ટેકનોલોજી વચ્ચેનો સેતુ શિર્ષક હેઠળ એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ડબલ્યુ.એચ.ઓ. જી.ટી.એમ.સી.ના ડાયરેક્ટર સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના તજજ્ઞો જોડાયા હતા અને ભાવી વિષે મનોમંથન કરી એક નવો ગતિમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.
સૌથી પૌરાણિક શાસ્ત્ર આયુર્વેદમાં આધુનિકતાના સંગમ એવા આ કાર્યક્રમમાં પરંપરાગત ચિકિત્સા અને વૈશ્વિક ગ્રંથાલય, આયુર્વેદમાં ટેક્નોલોજિકલ ઇનોવિશન, પરંપરાગત ચિકિત્સાની દવાઓમાં ડિજિટલ પહેલ, પરંપરાગત ચિકિત્સામાં એ.આઇ.નો ઉપયોગ, આયુર્વેદ ક્ષેત્રમાં ડિજિટલ શિક્ષણની પહેલ જેવા મુખ્ય વિષયો પર વિજ્ઞાન-ટેક્નોલોજી, સંશોધન તેમજ વિકાસાર્થે કરવાની કામગીરી વિષે ચર્ચા-પરામર્શન કરી ભાવી યોજના ઘડવામાં આવી હતી.
ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી કહે છે કે આ કોન્ફરન્સ એ પૌરાણિક શાસ્ત્રને આધુનિક અભિગમ સાથે જોડતી કડી સમાન છે. વર્તમાન ટેક્નોલોજી સાથે જ્યારે આયુર્વેદ શાસ્ત્રને જોડવામાં આવે ત્યારે નાડી પરિક્ષણ, નસ્ય કર્મ, ધૂપન (ફ્યુમિગેશન), અગ્નિકર્મ શલાકા માટે જરૂરી યંત્ર શોધખોળથી આયુર્વેદ પધ્ધતિથી ચિકિત્સા સુગમ્ય બને! વધુમાં સિમ્યુલેશન શિક્ષણ વ્યવસ્થા, પેટન્ટ પ્રોટેક્શન માટે ડિજિટલ લાયબ્રેરી, ટેલિમેડિસિન માટે આધુનિક સ્વરૂપ, આયુષ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, પેપર લેસ હોસ્પિટલ અને દર્દીઓના સમયાંતરના રેકોર્ડની જાળવણી અને સાંપ્રત ઉપયોગ જેવા અનેક વિષયો આ કોન્ફરન્સ દરમિયાન ચર્ચવામાં આવ્યાં છે તેમજ તેમાં હાલની ઉપલબ્ધ અને જરૂરિયાત મુજબની અતિવિકસિત ટેક્નિક્સને આયુષ ક્ષેત્રમાં ઓતપ્રોત કરી સૌના કલ્યાણાર્થે ઉપયોગ કરી શકાય તે માટે રણનીતિ ધડવામાં આવી હતી. નનઆ કોન્ફરન્સમાં ડબલ્યુ.એચ.ઓ. જી.ટી.એમ.સી.ના ડાયરેક્ટર શ્યામા કુરુવિલા, સી.સી.અર.એ.એસ.ના ટેક્નોલોજી એક્સ્પર્ટ સાકેત રામ, આયુષ મંત્રાલયના તજજ્ઞ ડો. ગાલિબ, ડબલ્યુ.એચ.ઓ.ના ડો. સમિર પુજારી તેમજ તેમજ આયુરસિમના ડો. રામ મનોહર તથા આઇ.ટી.આર.એ.ના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી જોડાયા હતા. આઇ.ટી.આર.એ.ના શિક્ષકો, સંશોધકો, તબિબો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમ હાઇબ્રિડ(ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને) પધ્ધતિમાં હોવાથી ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર વિશ્વમાંથી ચિકિત્સા-ટેક્નોલોજી ક્ષેત્રના લોકો જોડાયા હતા.
(2) આયુર્વેદ અને પશુચિકિત્સાનો સંગમ એટલે મૃગાયુર્વેદનનઆયુષ મંત્રાલય દ્વારા આઇ.ટી.આર.એ. સંસ્થાની આયુર્વેદ ઇન વેટરનરી હેલ્થ વિષય માટે દેશભરમાં એક માત્ર નોડલ સંસ્થા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી કહે છે કે સમગ્ર દેશમાં આયુર્વેદ અને વેટરનરી સાઇન્સ વિષય પર સૌપ્રથમ વખત યોજાનાર આ પરિસંવાદમાં આયુર્વેદ લોકો માટે પૃથ્વીના કલ્યાણ માટે બાબતને કેન્દ્રવર્તી બનાવવામાં આવી હતી. આયુર્વેદના શાસ્ત્રો અને ગ્રંથોમાં પશુચિકિત્સાનો ઉલ્લેખ છે જ અને તેના પર ચિકિત્સા પણ કરવામાં આવી રહી છે. ગૌઆયુર્વેદ, હસ્તાયુર્વેદ, પાલકાપ્ય સંહિતા, માતંગલીલા, શાલિહોત્ર સંહિતા જેવા ગ્રંથોમાં પશુ ચિકિત્સા સુપેરે સુચવામાં આવી છે. જેમાં માત્ર બિમારીનો ઇલાજ જ નહીં પણ પશુઓને સ્વસ્થ રહેવા માટેના આયુર્વેદ ઉપચારો પણ દર્શાવવામાં આવ્યાં છે.
વર્તમાન વેટરનરી સાઇન્સ ખૂબ પ્રગતિ કરી ચુક્યું છે ત્યારે તેમાં આયુર્વેદનું જોડાણ થતા પશુચિકિત્સાને એક નવી જ દિશા પ્રાપ્ત થશે. આ પરિસંવાદમાં આયુર્વેદ થકી પશુ ચિકિત્સા કરતા તજજ્ઞો કેરળ અને આંધ્રપ્રદેશથી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં આયુર્વેદના ગ્રંથો, સાહિત્ય, ક્લિનિકલ અનુભવો, વિવિધ પ્રયોગો, આયુર્વેદ વેટરનરીની ઉપ્લબ્ધ મેન્યુસ્ક્રિપ્ટ(હસ્ત:પ્રતો) નો અભ્યાસ-ઉકેલ, ટેક્નોલોજીના સ્થવારે આયુર્વેદ-વેટરનરી સુશ્રુષા અને રોગી પશુઓની ચિકિત્સા અને સ્વસ્થ પશુઓને વધુ સ્વાસ્થ્ય સભર કેમ બનાવવા જેવી બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.
આમ આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા આયુર્વેદને દશે’ય દિશાઓમાં નવા સિમાંકનરૂપ કાર્યો દ્વારા આયુર્વેદ લોકો માટે જ નહીં પરંતુ પૃથ્વીના કલ્યાણાર્થે કાર્યરત છે અને હજૂ પણ ભવિષ્યમાં નવ સિમાચિન્હ અંકિત કરશે.


