બીજી તરફ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો 29 પૈસા ગગડયો હતો. રાજકોટમાં આજે હાજર સોનુ વધુ રૂા. 1250ના ઉછાળાથી 116600 થયું હતું. વિશ્વબજારમાં 3745 હતું કોમોડીટી એકસચેંજમાં 112650 હતો. હાજર ચાંદી 1350 વધીને 137600 હતી વિશ્વબજારમાં 43.96 ડોલર હતી. કરન્સી બજારમાં ડોલર સામે ફરી રૂપિયાનું ધોવાણ હતું ર9 પૈસાના ઘટાડાથી 88.60 થયો હતો. હજુ થોડા દિવસો પહેલાં જ રૂપિયાએ 88.40ની ઓલટાઇમ નીચી સપાટી નોંધાવી હતી. ત્યારબાદ રૂપિયામાં થોડી રિકવરી જોવા મળી હતી. પરંતુ આજે ફરીથી રૂપિયો ઉંધા માથે પટકાયો હતો. બજાર ખુલતાં જ ડોલર સામે રૂપિયામાં 0.29 પૈસાનું ધોવાણ થયું હતું. પરિણામે રૂપિયો નવી નીચી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયાના સતત ધોવાણને કારણે વિદેશી ઇન્વેસ્ટમેન્ટ પણ મોટી અસર થઇ રહી છે. વિદેશી રોકાણકારો નબળા રૂપિયાને કારણે ભારતમાંથી નાણાં પાછા ખેંચી રહયા છે. પરિણામે તેની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી રહી છે. અનેક પોઝિટીવ કારણો છતાં ભારતીય બજાર તેજી દર્શાવી શકતા નથી. બજાર પર વિદેશી રોકાણકારોની વેચવાલીનું સતત દબાણ જોવા મળી રહયું છે.
ફરી ઉંધા માથે પટકાયો રૂપિયો
ડોલર સામે 88.60ની ઐતિહાસિક નીચી સપાટીએ ગગડયો રૂપિયો : વિદેશી ઇન્વેસ્ટમેન્ટ આયાત-નિકાસ સહિતના ક્ષેત્રોને ફટકો


