Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરની હિમાલય સોસાયટીના મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

જામનગર શહેરની હિમાલય સોસાયટીના મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

પોલીસે 95 બોટલ દારૂ કબ્જે કર્યો : કસ્ટમ ઓફિસ પાસેથી દારૂ અને ચપટા સાથે બે શખ્સ ઝડપાયા : ત્રીજા શખ્સની સંડોવણી ખુલી

જામનગરમાં હિમાલય સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી સિટી ‘સી’ પોલીસે રેઇડ દરમ્યાન શખ્સને 95 બોટલ દારૂ અને મોબાઇલ મળી કુલ રૂ. 1,09,280ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગરમાં કસ્ટમ ઓફિસ પાસેથી પસાર થતાં બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે 20 બોટલ દારૂ તથા 70 નંગ ચપટા સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ખોડિયાર કોલોની, હિમાલય સોસાયટીમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એએસઆઇ આર. બી. બથવાર, હે.કો. હર્ષદભાઇ પરમાર, પો.કો. ઓમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એમ. બી. ડાભી, પીએસઆઇ વી. એ. પરમાર, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઇ બથવાર, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, રવિભાઇ બુજડ, ખિમશીભાઇ ડાંગર, હર્ષદભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પો. કો. વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન સાગર વિજય ચાચાપરા નામના શખ્સના મકાનમાંથી તલાશી લેતા રૂા. 1,04,280ની કિંમતની જુદી જુદી બનાવટની 95 બોટલ દારૂ, એક મોબાઇલ ફોન મળી કુલ રૂા. 1,09,280નો મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો આરંભડાના ભગત રાણા સાથે ભાગીદારીમાં મંગાવ્યો હોવાની કેફિયતના આધારે એએસઆઇ આર. બી. બથવાર તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો જામનગર શહેરમાં કસ્ટમ ઓફિસ પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રાહુલ મહેશ ડાભી, રાહુલ રાજેશ રાઠોડ નામના બે શખ્સોને આંતરી તલાશી લેતા તેમના કબ્જામાંથી રૂા. 10 હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની 20 બોટલ અને રૂા. 7 હજારની કિંમતના 70 નંગ ચપટા સહિત કુલ રૂા. 17 હજારની કિંમતનો મુદામાલ મળી આવતા પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો નવાગામ ઘેડના તુષાર ફિસડિયાએ મંગાવ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular