Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનનું અગમ્ય કારણોસર અગ્નિસ્નાન

જામનગર શહેરમાં યુવાનનું અગમ્ય કારણોસર અગ્નિસ્નાન

યુવાન તેના ઘરે સળગી ગયો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ : વજીર ખાખરિયા ગામના વૃદ્ધ ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુ

જામનગર શહેરના ખેતીવાડી વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર સળગી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયું હતું. કાલાવડ તાલુકાના વજીર ખાખરિયા ગામમાં રહેતા વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં મહાકાળી સર્કલ પાસે આવેલા રાવળવાસમાં રહેતા કેતનભાઇ દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.30) નામનો યુવાન રવિવારે મદ્યરાત્રિના સમયે તેના ઘરે રૂમમાં અકળ કારણોસર સળગી જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારબાદ યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકની પત્ની પાયલબેન દ્વારા જાણ કરતા હે.કો. આર. એન. બુજડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ કાલાવડ તાલુકાના વજીર ખાખરિયા ગામમાં રહેતા કરશનભાઇ કેશાભાઇ શિંગાળા (ઉ.વ.65) નામના ખેડૂત વૃદ્ધને રવિવારે સવારના સમયે તેના ઘરે અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી ચક્કર આવતાં બેશુદ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર પિન્ટુભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જી. આર. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular