લાલપુર તાલુકાના પડાણામાં રહેતાં મહિલાએ રસોઇમાં દાળભાત બનાવ્યાનું કહેતાં તેના પતિએ પત્ની સાથે ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વિગત મુજબ ગત્ તા. 14 સપ્ટેમબરના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં શિવપરા વિસ્તારમાં રહેતી ગંગાબેન અશોકભાઇ પરમાર નામની મહિલાને તેના પતિએ, ‘જમવામાં શું બનાવે છે?’ તેવું પૂછતાં તેણીએ દાળભાત બનાવેલ છે તેમ કહેતાં તેના પતિએ કહેલ કે, ‘કેમ દાળભાત બનાવેલ છે?’ આથી પત્નીએ કહ્યું હતું કે, ‘ઘરમાં બીજું કાંઇ નથી એટલે દાળભાત બનાવેલ છે.’ તેમ કહેતા પતિ અશોક ઉશ્કેરાઇ જઇ પત્નીને જેમ તેમ બોલવા લાગેલ. બોલાચાલી અને ઝઘડો કરી અપશબ્દો બોલી આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગંગાબેન દ્વારા તેના પતિ અશોક આલા પરમાર વિરૂઘ્ધ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


