Saturday, December 6, 2025
Homeવિડિઓજોડિયામાં બે સપ્તાહમાં રખડતા ઢોરનો બીજો હુમલો...CCTV

જોડિયામાં બે સપ્તાહમાં રખડતા ઢોરનો બીજો હુમલો…CCTV

જોડિયા ગામમાં રખડતા ગામલોકો માટે સલામતીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. બજાર હોય કે શેરી–ગલીઓ, દરેક જગ્યાએ રખડતા ઢોર જોવા મળે છે.

- Advertisement -

માત્ર પંદર દિવસ પહેલાં મોટાવાસ વિસ્તારમાં ખુટિયાંના હુમલા પછી ઘાયલ થયેલી મહિલા હજી સુધી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજ સવારે પણ એ જ વિસ્તારમાં ખુટિયાંએ એક મહિલાને પાછળથી હુમલો કરી જમીન પર પટક્યો હતો.

- Advertisement -

વારંવાર થતા આ અણધાર્યા હુમલાઓને કારણે ગામલોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે. અનેક રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા ખુટિયાંને ગામમાંથી દૂર કરવા કોઈ સકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ગામલોકોનો આક્ષેપ છે કે તંત્ર જાણે જાનહાનિનો મોટો બનાવ બન્યા પછી જ કુંભકર્ણની ઊંઘમાંથી જાગવા માંગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular