Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરગમ નવરાત્રિ મહોત્સવ - VIDEO

લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરગમ નવરાત્રિ મહોત્સવ – VIDEO

તા. 22 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર દરમ્યાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન : 142 જેટલી દીકરીઓ વિવિધ રાસ-ગરબા રજૂ કરશે

લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગમ નવરાત્રિ મહોત્સવ 2025નું તા. 22 સપ્ટેમ્બરથી 01 ઓક્ટબર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 142 જેટલી બાળાઓ વિવિધ રાસ ગરબાઓ રજૂ કરશે. આ અંગે મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નવરાત્રિ મહોત્સવ અંગે આયોજકો દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં શૈલેષભાઇ પટેલ, અરવિંદભાઇ કોડીનારિયા, જમનભાઇ બાબિયા, રાજનભાઇ મુંગરા, રમણિકભાઇ ઘાડિયા તથા ચેતનભાઇ ઢોલરિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

યુવાનો/યુવતિઓમાં વ્યકિત વિકાસ તથા વ્યક્તિત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર, સમગ્ર વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી, સેવાકિય તેમજ વિકાસલક્ષી, પ્રવૃતિઓ જેમ કે, તાલીમ વર્ગો, બેઠકો, શિબીરો, વિભિન્ન ઉત્સવોનું આયોજન, મેડીકલ કેમ્પ વગેરેનું આયોજન કરે છે. આ ટ્રસ્ટની સમગ્ર જામનગરને ઉપયોગી એવી સેવા પ્રવૃત્તિઓમાં શીરમોરસમી પ્રવૃત્તિ એટલે સંસ્થા દ્વારા સંચાલિત વિનામૂલ્યે અંતિમ યાત્રા રથની સેવા છે.

- Advertisement -

આ બધી જ પ્રવૃતિઓના કેન્દ્રમાં વ્યક્તિ વિકાસ, સમાજ સેવાની સાથે સાથે આપણા બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જતન પણ મુખ્ય ધ્યેય હોય, આ ધ્યેયને કેન્દ્રમાં રાખી ગુજરાતની આગવી ઓળખસમાન રાસ ગરબાના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા સમયથી સરગમ નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહયું છે. સરગમ નવરાત્રી મહોત્સવ એટલે વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતીને અનુરૂપ ગરબા મહોત્સવ. જેમાં આ વર્ષે તા. 22 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર સુધી રાત્રે 8:30 થી 12:00 વાગ્યા દરમ્યાન પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે જામનગર ખાતે આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. જેમાં પ્રાચીન – અવાર્ચીન પરંપરા અનુસાર 142 જેટલી જગદંબા સ્વરૂપ દિકરીઓ માઁની આરાધના કરશે અને જામનગરની જનતાને કોઈપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારીક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે ઉચીત વ્યવસ્થા કરવામાં આવે છે.

નવરાત્રી માટે 60 x 60 ફૂટના વિશાળ સ્ટેજ પર દિકરીઓ રાસ-ગરબા દ્વારા માઁની આરાધના કરશે. નવરાત્રી દરમ્યાન 6 થી 7 હજાર નાગરિકો બેસી નવરાત્રી મહોત્સવ માણી શકે તેવી સુંદર વ્યવસ્થા તેમજ શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધીકારીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો, તથા દાતાઓ, આમંત્રીત મહેમાનો, પત્રકારો માટે પણ બેસવાની ઉચીત વ્યવસ્થા કરવામાં આવે છે. સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે 25થી વધુ પ્રાઈવેટ સિક્યોરિટી ઉપરાંત 15 થી વધુ સ્વયંસેવક ભાઈઓ ખડેપગે રહે છે.

- Advertisement -

આ નવરાત્રી મહોત્સવનું લાઈવ પ્રસારણ જય કેબલ દ્વારા કરવામાં આવશે. તેમજ કોઈ સગા સબંધી વિદેશમાં હોઈ કે કોઈપણ શહેરમાં રહેતા હોય તો પણ એ ઈન્ટરનેટ દ્વારા આ ગરબા લાઈવ જોઈ શકશે. જેમને jaycable. com સાઈટ પર જઈને કલીક કરવાનું રહેશે.

સમગ્ર એરેનાને 10 થી વધુ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સુસજ્જ કરવામાં આવેલ છે. મહોત્સવ માણનાર પબ્લીક માટે પાર્કીંગની સુવિધા પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડ ઉપર મેડીકલ ટીમ સજજ રહેશે.

રાસ-ગરબા
સમગ્ર નવરાત્રી મહોત્સવ માટે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી 142 થી વધુ દિકરીઓ પ્રેકટીસ કરી તમામ ગરબાઓ માટે પોતાના તાલથી તાલ મીલાવી રહી છે. 142 બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને 31 થી વધુ રાસ-ગરબાઓ જેમાં રૂમઝુમ બાજે ઘૂઘરા, માડી તારા અઘોર નગારા વાગે, ડાકલા પેરોડી, ક્રિષ્ના મેલડી… જેવા સુંદર રાસ ગરબાઓનું તૈયાર કરવામાં આવેલ છે. સમગ્ર નવરાત્રી મહોત્સવની કોરિયોગ્રાફી માટે બે માસથી વધુ સમયથી જહેમત ઉઠાવાઈ રહી છે.

ગુજરાતના નવરાત્રીના જાહેર કાર્યક્રમમાં જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 54×14 ફૂટની વિશાળ સ્કીન ઉપર ગરબાઓનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. લાઈવ સ્ક્રીન સાથે દીકરીઓને વિવિધ થીમ સાથે ગરબે ઘુમતી જોવી એ એક લ્હાવો બની રહેશે.

સરગમ નવરાત્રિ મહોત્સવ 202પને સફળ બનાવવા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ઢોલરીયા, શૈલેષ પટેલ, બિપીન સોરઠિયા, જમન બાબિયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારિયા, હેમત દોમડીયા તેમજ નવરાત્રિ ક્ધવીનર તરીકે રાજન મુંગરા, હસમુખ રાબડિયા, ભાવેશ કાનાણી, સુનિલ પટેલ, મયુર ઠેસિયા, અલ્કેશ કપુરિયા, ચંદુભાઈ સાંગાણી તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular