જામનગરના ગુલાબનગરમાં રહેતા યુવાને ધ્રોલ ગામથી સમરસ હોસ્ટેલ તરફ જતા રસ્તે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગરના ગુલાબનગરમાં સત્યસાઇ નગર શેરી નંબર 4, પ્લોટ નંબર 194/2 ખાતે રહેતાં આકાશ કરશનભાઇ ખાણધર નામના 31 વર્ષના યુવાને ગત તા. 13ના રોજ સાંજના સમયે ધુંવાવ ગામથી સમરસ હોસ્ટેલ જવાના રસ્તે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવની બિંદિયાબેન દ્વારા જાણ કરાતા પંચ ‘એ’ના હે.કો. એચ. જી. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


