જામનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ રહી છે. જેમાં તા. 11ના રોજ 250 થી વધુ કેસો કર્યા હતા.
જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા બ્લેકફિલ્મવાળા, ફેન્સી નંબરપ્લેટ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જામનગર જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત હથિયારબંધી જાહેરનામા ભંગનો એક કેસ, મોટર વ્હીકલ એક્ટ 185 હેઠળના પાંચ કેસ, ફોર વ્હીલ વાહનમાં બ્લેક ફિલ્મના 51 કેસ, નંબરપ્લેટ વગરના વાહનના 133 કેસ તથા ફેન્સી નંબરપ્લેટવાળા વાહનના 61 કેસ કરવામાં આવ્યા હતા. આ કામગીરી મદદનિશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક (શહેર/ગ્રામ્ય)ના સુપરવિઝન હેઠળ તમામ થાણા અધિકારી, પીઆઇ, ટ્રાફિક શાખા, એલસીબી તથા એએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


