લાલપુર તાલુકાના પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરેથી ચાલી ગયા બાદ લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલા તલાવડી વિસ્તારમાં રહેતા પુંજીબેન માલશીભાઇ ઢચા નામના પ્રૌઢાની પુત્રી જયાબેન ઢચા (ઉ.વ.21) નામની યુવતી ગુરૂવારે બપોરના બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી ગઇ હતી. ત્યારબાદ યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આમ છતાં કયાંય નહીં મળી આવતાં આખરે મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ લાપત્તા થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


