Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર કે ખાડાનગર...! : કોંગ્રેસ દ્વારા ખાડાનગરની કેક કાપી અનોખો વિરોધ -...

જામનગર કે ખાડાનગર…! : કોંગ્રેસ દ્વારા ખાડાનગરની કેક કાપી અનોખો વિરોધ – VIDEO

જામનગરના વોર્ડ નંબર 12 અને શહેરના મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોય, કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ખાડાનગરની કેક કાપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરના દરબારગઢ સર્કલને આવરી લઇ દરબારગઢથી કાલાવડ નાકા પુલ સુધી તથા કાલાવડ નાકા પુલ ખડપીઠ (ગદપ માર્કેટ)થી મકવાણા સોસાયટી હાપા રોડ બેઠા પુલ સુધીના આ બન્ને માર્ગો સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં હોય, સંપૂર્ણ રોડ ડેમેજ થઇ ગયા હોય આ રોડ પર દરરોજના હજારો વાહનો પસાર થતાં હોય છે. અકસ્માત થવાની શક્યતા રહેલી છે. હાલ ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદને કારણે રોડ પર ચારેકોર ખાડાઓ થયા હોય વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા સત્તાધીશોને ઢંઢોળવા કેક કાપી આ ખાડાનગરને લઇ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે આ બન્ને રોડ બનાવવા માંગણી કરી હતી. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી, અસલમ ખિલજી, ફેમિદાબેન જુણેજા સહિતના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular