જામનગર શહેર જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજાનો મુકામ જોવા મળી રહયો છે. ભાદરવા માસમાં ફરી વખત થયેલ મેઘરાજાની પધરામણીથી જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહયો છે. શનિ-રવિ બે દિવસ દરમ્યાન જામનગરમાં મેઘાવી માહોલ રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં જામનગરમાં 16 મી.મી., જોડિયામાં 71 મી.મી., ધ્રોલમાં 59 મી.મી., કાલાવડમાં 47 મી.મી., લાલપુરમાં 3 મી.મી. તથા જામજોધપુરમાં 27 મી.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેર જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજાનો મુકામ જોવા મળી રહ્યો છે. ભાદરવા માસમાં અષાઢ મહિના જેવો માહોલ છવાયેલો હોય તેવું લોકો અહેસાસ કરી રહયા છે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહયો છે અને ડેમો ફરી વખત ઓવરફલો થઇ રહયા છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો આજે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમયાન જામનગર તાલુકામાં ર મી.મી., જોડિયા તાલુકમાં 17 મી.મી. ધ્રોલ તાલુકામાં 9 મી.મી. તથા જામજોધપુર તાલુકામાં 3 મી.મી. પાણી વરસ્યું હતું. જયારે શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધીમાં જામનગર તાલુકામાં 14 મી.મી., જોડિયામાં 54 મી.મી., ધ્રોલમાં 50 મી.મી., કાલાવડમાં 47 મી.મી., લાલપુરમાં 3મી.મી. તથા જામજોધુરમાં 24 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો છેલ્લા 48 કલાક દરમ્યાન જામનગર તાલુકાના વસઇમાં 14 મી.મી., લાખાબાવળમાં 12મી.મી., મોટીબાણુઁગારમાં પ મી.મી., ફલ્લામાં 4, જામવંથલીમાં 25 મી.મી., મોટી ભલસાણમાં 9 મી.મી.,અલિયાબાડામાં 25 મી.મી., દરેડમાં 10 મી.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 30 મી.મી., બાલંભામાં 57 મી.મી., પીઠડમાં 82 મી.મી., ધ્રોલ તાલુકાના લતિપુરમાં 75 મી.મી., જાલિયાદેવાણીમાં 47 મી.મી., લૈયારામાં 31 મી.મી., કાલાવડ તાલુકાના નિકાવામાં 57 મી.મી., ખરેડીમાં 57 મી.મી., મોટાવડાલામાં 61 મી.મી., ભલસાણ બેરાજામાં પ મી.મી., નવાગામમાં 35 મી.મી., મોટાપાંચદેવડામાં 18 મી.મી., જામજોધપુર તાલુકામાં સમાણામાં 11 મી.મી., શેઠવડાળામાં 1ર મી.મી., જામવાડીમાં રપ મી.મી., વાંસજાળિયામાં 26 મી.મી., ધુનડામાં પ મી.મી., ધ્રાફામાં રપ મી.મી., પરવડામાં 10 મી.મી., લાલપુર તાલુકાના પીપરટોડામાં 2 મી.મી., પડાણામાં ર0 મી.મી., ભણગોરમાં 3 મી.મી., મોડપરમાં ર મી.મી., હરિપરમાં 20 મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં આજે પણ સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદી ઝાપટાને પરિણામે કાદવકિચડથી શહેરીજનો પરેશાન થયા હતા. જામનગરની શાન સમા લાખોટા તળાવ પણ વિપુલ જળરાશિથી ભરાયેલું જોવા મળી રહયું છે. એસટી પાસેનું તળાવ પણ પાણીથી ભરાયું છે.


